અમદાવાદ શહેરમાં DRDO અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે શરૂ કરવામાં આવેલી ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં હવે પોસ્ટ કોવિડ સારવારની પહેલ પણ કરવામાં આવી છે. કોઈ હોસ્પિટલે કોરોનાની સાથે પોસ્ટ કોવિડ વોર્ડ શરૂ કર્યો હોય તેવી આ પહેલી ધટના છે. હવે ધન્વતરી કોવિડ હોસ્પિટલ કંપાઉન્ડમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સારસંભાળ રાખવા પોસ્ટ કોવિડ કેર વોર્ડનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. 200 બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડ઼માં દર્દીની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિ પર વધુ ધ્યાન રાખવામાં આવશે તેમ ધન્વતરી કોવિડ હોસ્પિટલમા મેડિકલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. જયદીપ ગઢવીએ જણાવ્યુ હતુ.
કોરોના થી સાજા થઇ ગયેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવી, શારિરીક નબળાઇ અનુભવવી, મનોસ્થિતિ સારી ન હોવી આ તમામ પ્રકારની સારવારનો સમાવેશ આ વોર્ડમાં કરવામાં આવશે. ધન્વતરી કોવિડ હોસ્પિટલના પોસ્ટ કોવિડ વોર્ડમાં એડમિશન વિશે હોસ્પિટલના એડીશનલ મેડિકલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. બિમલ મોદીએ કહ્યું કે, પોસ્ટ કોવિડ કેરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આંગળીના ટેરવે રજીસ્ટ્રેશન ઉપલબ્ધ થાય તે માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા વેબસાઇટ પર મોબાઇલ થી જ રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જે દર્દીઓને ફક્ત ઓ.પી.ડી.ની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ ફોલોઅપ માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે.