કોરોના વાયરસની સારવારમાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના 4 દર્દીઓ પર પ્લાઝમા થેરાપીનો પ્રયોગ કરવામાં આવ્યો અને તેના સારા પરિણામ સામે આવ્યા છે. કેજરીવાલે કહ્યું કે, હવે કેંદ્ર સરકાર પાસે બાકીના ગંભીર દર્દીઓને પ્લાઝમા થેરપી આપવાની મંજૂરી માંગવામાં આવશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે, પ્લાઝમા થેરાપીના પ્રારંભિક પરિણામ ઉત્સાહવર્ધક છે પરંતુ તેને કોરોનાનો સચોટ ઇલાજ ન સમજવો.
કેજરીવાલે જણાવ્યું કે, પ્લાઝમા ટ્રીટમેન્ટ પહેલા દર્દીઓનો રેસ્પિરેટરી રેટ 30 હતો, જે સામાન્ય રીતે 15 હોવો જોઈએ. હવે પ્લાઝમા થેરપી બાદ તેમનો રેસ્પિરેટરી રેટ 20 થયો છે. કેજરીવાલ અને તેમની સાથે આવેલા ડૉક્ટરે કહ્યું કે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ હવે દેશભક્તિ બતાવીને પ્લાઝમા ડોનેટ કરવા જોઈએ.