ભારતીય કોસ્ટ ગાર્ડે દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા છે. પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું. ત્યારે ટેક્નિકલ ખામીના કારણે જહાજ અરબી સમુદ્રમાં ડૂબ્યું હતું. એમએસવી અલ પીરાનપીર જહાજ બુધવારે (ચોથી ડિસેમ્બર) પાકિસ્તાનની જળસીમામાં ડૂબ્યું હતું. જેને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA) સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી.