પોરબંદર નજીક મધદરિયે ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) અને ડ્રગ્સ માફિયા વચ્ચે ઘર્ષણ થયું હતું. સામાન્ય રીતે ડ્રગ્સ માફિયાઓ સમુદ્રના માર્ગે જે તે દેશ કે રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડતા હોય છે. મધદરિયે થયેલી અથડામણ બાદ પોલીસે 9 જેટલા ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા છે. આ દરમિયાન પુરાવાનો નાશ કરવા માટે ડ્રગ માફિયાઓએ પોતાની જ બોટને ઉડાવી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે પોરબંદરના દરિયામાં ડ્રગ્સ માફિયાઓ 500 કરોડનું ડ્રગ્સ અને 100 કરોડના હેરોઈન સાથે નીકળી રહ્યા હતા. આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવતું હોવાની બાતમી ગુજરાત ATSને મળી હતી. બાતમીના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ATSને મધદરિયે એક બોટમાં 9 ડ્રગ માફિયાઓ દેખાયા હતા. ત્યારબાદ મધદરિયે ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે ડ્રગ્સ માફિયાઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમની વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. જોકે, પુરાવાનો નાશ કરવા માટે ડ્રગ માફિયાઓએ પોતાની જ બોટ ઉડાવી દીધી હતી જેમાં લગભગ 500 કરોડનું ડ્રગ્સ હતું. જણાવી દઈએ કે, આ ઓપરેશન દરમિયાન 100 કિલો હેરોઈન જપ્ત કરાયું છે.
પોલીસને મળેલી માહિતી મુજબ, હામિદ મલેક નામના શખ્સે આટલું મોટું કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું. આ ડ્રગ્સ ઇરાનથી પાકિસ્તાન થઇને ભારતમાં ઘૂસાડવાનો પ્લાન હતો.
ઉલ્લેખનીય છે કે, આ કન્સાઇનમેન્ટ ભારતમાં જે વ્યક્તિ મેળવવાનો હતો તેની પણ માહિતી સામે આવી છે. ATS તરફથી બહુ ઝડપથી આ વાતનો ખુલાસો કરવામાં આવશે.