ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસીએ ટ્રમ્પ વિશે કોઈ મત આપવામાં ઉતાવળ ન કરવી જોઈએ તેમ કહ્યું. અમેરિકા, યુરોપમાં ઉભરી રહેલા નવા નેતૃત્વ અંગે પુછતાં પોપે કહ્યું કે, આપણે તારણહાર શોધવામાં પહેલા સાવધ રહેવું પડે. ઉદાહરણમાં તેમણે કહ્યું કે 1930માં જર્મનીમાં હિટલરને પ્રજાએ જ ચૂંટ્યો હતો, જે અંતે પ્રજાની બર્બાદીનું કારણ બનેલો, તે યાદ રાખવું જોઈએ.