22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. દરેક લોકો એ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે ક્ષણે ભગવાન શ્રી રામ મંદિરમાન બિરાજમાન થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત લગભગ 7000 જેટલા મહેમાનો સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસનો વડાપ્રધાન મોદીનો સરકારી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. તે હેઠળ પીએમ મોદી સવારે અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ 12:05 કલાકે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે. બપોરે 1:00 વાગ્યે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યારબાદ 2:15 વાગ્યે કુબેર ટીલા પર શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.
સરકારી કાર્યક્રમ પ્રમાણે સવારે 10:25 વાગ્યે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ પર પહોંચી જશે. ત્યારબાદ તેઓ 10:55 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ મંદિર પહોંચશે. સવારે 11:00થી 12:00 વાગ્યા સુધીના સમયને રિઝર્વ રાખવામાં આવ્યો છે. બપોરે 12:05 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા પૂજાની શરૂઆત થશે. આ પૂજામાં પીએમ મોદી ભાગ લેશે. પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12:55 વાગ્યા સુધી ચાલશે. જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અનુષ્ઠાન સંપન્ન થઈ જશે ત્યારે પીએમ મોદી ત્યાંથી રવાના થઈ જશે.
PM મોદી જાહેર કાર્યક્રમમાં પણ સામેલ થશે