કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાનાના હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં આજે પદયાત્રા શરુ કરી જેમાં અભિનેત્રી પૂજા ભટ્ટ સામેલ થઈ. કોંગ્રેસે ટ્વિટ કરીને પૂજા ભટ્ટના યાત્રામાં સામેલ થવાના ફોટા શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રામાં સતત લોકોના જોડાવાના સમાચાર આવી રહ્યા છે. બધા લોકો ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લઈ રહ્યા છે.