દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ બગડી રહી છે અને રાજધાની દિલ્હી દિવસે-દિવસે ગેસ ચેન્બર બની રહી છે. વાયુ પ્રદૂષણના જોખમને ધ્યાનમાં રાખતાં દાખલ થયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને પ્રદૂષણ માટે ખેડૂતોની ટીકા કરવાને ફેશન ગણાવી હતી. આ સાથે સુપ્રીમે પ્રદૂષણ પર નિયંત્રણ માટે 'લૉકડાઉન' લાગુ કરવાનું સૂચન કર્યું હતું. પ્રદૂષણ મુદ્દે સુપ્રીમના આકરા વલણ પછી કેજરીવાલ સરકારે સ્કૂલ, કૉલેજો અને ઓફિસો એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ 'વર્ક ફ્રોમ હોમ'ના નિર્દેશ અપાયા હતા.