શિયાળો શરૂ થવાની સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ વધવાનું શરૂ થઈ ગયું છે. આ સાથે જે કેન્દ્ર સરકારે 'ગ્રેડેડ રીસ્પોન્સ એક્શન પ્લાન' તરીકે કેન્દ્ર સરકારની પ્રદૂષણ નિયંત્રણ યોજના 'સ્ટેજ-૨'ના ભાગરૂપે આ પગલાં લેવાયા છે. બીજીબાજુ આર્થિક રાજધાની મુંબઈમાં પણ પ્રદૂષણ વકર્યું છે, જેથી બીએમસીએ પણ આકરાં પગલાં લેવાની ચીમકી આપી છે.