દિલ્હીમાં પ્રદુષણ હવે તેની ચરમ સીમાએ પહોંચી ગયું છે અને લોકોના જીવને જોખમ ઉભુ થઇ રહ્યું છે. એર ક્વોલિટી અત્યંત ખરાબ થઇ જતા હવે સમગ્ર એનસીઆરમાં નિર્માણકામ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એવા દરેક ચણતર કામ કે જેમાં ધુળ ઉડતી હોય વગેરે પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે માત્ર હોસ્પિટલ કે ઇમર્જન્સી લેવા માટેના નિર્માણ કાર્યો જ શરૂ રાખી શકાશે.