કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન શરૂ થઈ ગયું છે. 22 વર્ષ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીનું પરિણામ 19 ઓક્ટોબરના રોજ આવશે. ર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રામાં ભાગ લેનારા કેટલાક ડેલીગેટ કર્ણાટકના બેલ્લારીમાં સાંગનાકુલ્લુ કેમ્પમાં મતદાન કરશે. બીજી તરફ, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાર્ટી હેડક્વાર્ટરના પોલિંગ બૂથ પર મતદાન કરશે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વિટ કર્યું કે, તેઓ રાહુલ ગાંધી સહિત લગભગ 40 અન્ય ભારતીય પ્રવાસીઓ સાથે સાંગનાકલ્લુ કેમ્પમાં મતદાન કરશે. તેમણે કહ્યું કે, 17 ઓક્ટોબર ભારત જોડો યાત્રા માટે આરામનો દિવસ હશે. જેથી યાત્રામાં ભાગ લેનાર લોકો પોતાનો મત આપી શકશે.