રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી થયેલી બે બેઠકો માટે વિધાનસભામાં શુક્રવારે સવારે ૯થી બપોરે ચાર વાગ્યા દરમિયાન ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાશે. ત્યારબાદ શરૂ થનારી મતગણતરીને અંતે પરિણામ જાહેર થશે. જો કે, આ વખતની ચૂંટણીની પ્રક્રિયાથી પત્રકારોને દૂર રાખવામાં આવ્યા છે.
ભાજપમાંથી પહેલી બેઠક માટે વિદેશ મંત્રી એસ. જયકૃષ્ણ અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરને ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે અનુક્રમે ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડયાને ઉતાર્યા છે. વિધાનસભામાં અત્યારે ભાજપ પાસે ૧૦૦ અને કોંગ્રેસ પાસે ૭૧ ધારાસભ્યો છે.
આ સંખ્યાબળના પ્રોરેટા અનુસાર એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત નિશ્ચિત હતી. જો કે, ચૂંટણી પંચે નિયમો દર્શાવીને અલગ અલગ મતપત્રકોથી મતદાનની પ્રક્રિયા અનુસરવાનું નક્કી કરતા બંને બેઠકો ભાજપના ફાળે જશે તે નક્કી છે.