આગામી 31 માર્ચે રાજ્યસભાની 13 બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી થવાની છે. 6 રાજ્યો માટે 13 બેઠકો પર થનારી આ ચૂંટણીમાં પંજાબમાં પાંચ, કેરળમાં ત્રણ, આસામમાં બે અને હિમાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં એક-એક બેઠક માટે મતદાન થવાનુ છે. ચૂંટણી પંચે સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને મતદાનની તારીખનુ એલાન કર્યુ.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022માં સાંસદ એકે એન્ટની, આનંદ શર્મા અને પ્રતાપ સિંહ બાજવા રાજ્યસભામાંથી નિવૃત થઈ રહ્યા છે. તેમના સિવાય નિવર્તમાન રાજ્યસભા સાંસદોમાં આસામથી રાની નારા અને રિપુન બોરા, હિમાચલ પ્રદેશથી આનંદ શર્મા, કેરળથી એ કે એન્ટની, એમવી શ્રેયમ્સ કુમાર અને સોમપ્રસાદ કે, નાગાલેન્ડથી કેજી કેને, ત્રિપુરાથી ઝરના દાસ, સુખદેવ સિંહ, પ્રતાપ સિંહ સામેલ છે.