રાજસ્થાન વિધાનસભાની 200 માંથી 199 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચ દ્વારા 3 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ 36 હજારથી વધુ સ્થળોએ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં કુલ 10501 અને ગ્રામ્યમાં 41006 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં 50 ટકા બૂથ સીધા વેબ કાસ્ટિંગ સાથે જોડાયેલા છે. એટલે કે ત્યાંનું લાઈવ ટેલિકાસ્ટ કલેક્ટર, એસપી અને કંટ્રોલ રૂમમાં જોઈ શકાય છે.