(મુકેશ આંજણા)
મહાભારત વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ છે. વર્તમાન પેઢી મહાભારતથી ઘણું બધું શીખી શકે છે. તેનું દરેક પાત્ર કુતૂહલ સર્જે છે. મહાભારતની કથા જેમ સમય વિતશે તેમ યુવાન બનતી જશે, તે દરેક માણસને સ્પર્શ કરે છે. મહાભારતમાં જીવનના દરેક પાસાંને આવરી લેવામાં આવ્યા છે. દુર્યોધનના મામા શકુની છે. દ્રૌપદીના ભરી સભામાં વસ્ત્રહરણ થાય છે, યુધિષ્ઠિર અસત્ય બોલે છે, અર્જુન ભૂલ કરે છે, કૃષ્ણ અર્જુનના સારથી હોવા છતાં યુદ્ધ ભૂમિમાં શસ્ત્ર હાથમાં લે છે. કર્ણને સારથી પુત્ર ગણવામાં આવે છે, છતાં શક્તિશાળી યોદ્ધો છે. ભીષ્મ પણ અપૂર્ણ લાગે છે. દ્રોણાચાર્ય શસ્ત્ર વિદ્યા શીખવામાં ઊંચ-નીચનો ભેદભાવ રાખે છે, ગાંધારી અંધ છે. કુંતીનું સ્ખલન છે. ધૃતરાષ્ટ્ર પુત્રના સ્વાર્થમાં કશું છોડવા માંગતા નથી, અભિમન્યુ સોળ વર્ષની નાની વયે ચક્રવ્યૂહના તમામ વ્યૂહ ભેદીને અંદર જતો રહે છે....આમ મહાભારતના દરેક પાત્રમાં ક્યાંક સત્ય રહેલું છે, તો ક્યાંક અન્યાય, ક્યાંક સતીત્વ છે. આખરે તો મહાભારત સાબિત કરે છે કે અન્યાયને ઓથે ચાલતાં રાજકારણ, સમાજ કે ધર્મ વિશ્વનાં પ્રવાહમાં લાંબો સમય ટકી શકતા નથી
મરાઠી ભાષાના લેખક શિવાજી સાવંતએ કર્ણની જીવન કથા વિશે નવલકથા લખી છે. તેનું નામ ‘મૃત્યુંજય’ છે. જેમાં ખૂબ રસાળ શૈલીમાં કર્ણના જીવન વિશે આલેખન કર્યું છે અને ગુજરાતી ભાષામાં પ્રતિભા મ.દવેએ તેનો અનુવાદ કર્યો છે. મૃત્યુંજય નવલકથા શું છે? જીવનમાં ઉપયોગી થાય તેવી ઘણી બધી બાબતો છે.
‘મૃત્યુંજય’ નવલકથાની પ્રસ્તાવનામાં નોંધવામાં આવ્યું છે કે, આ મહાયુદ્ધ ક્યારે થયું હશે? એ વિશે અનેક મતભેદો જોવા મળે છે. મહાભારતના વિશે અભ્યાસ કરનારાઓનું એવું માનવું છે કે ચિં.વિ વૈદ્ય દ્વારા પ્રમાણિત ઈ.સ. પૂર્વ ૩૦૦૦ વર્ષનો કાળ સંપૂર્ણ રીતે જોતાં અને વિશેષત: મહાભારતમાં આવતા આકાશનાં નક્ષત્રોના સંદર્ભો જોતા સર્વથા યોગ્ય છે. આ સમયમાં પ્રાચીન ભારતનાં નિસર્ગ, જીવન પધ્ધતિ અને યુદ્ધતંત્રનો અભ્યાસ કરતાં લાગે છે કે આ યુદ્ધ વાસ્તવમાં એટલું ભયાનક હશે કે પછીની પેઢીઓ સુધી એનો પ્રભાવ જનમાનસ પર પડતો રહ્યો છે.
મહાભારતમાં કૃષ્ણ, કુંતી અને કર્ણ મહત્ત્વના પાત્રો છે. જયારે ભીષ્મ પિતા પાસે રાષ્ટ્રનીતિ છે. દુર્યોધન પાંડવોને રાજ્ય આપવા માંગતો નથી. તેથી તે અનીતિનો આશરો લે છે તેવા સમયે ભીષ્મ પિતા કૌરવોને સમજાવવા માટે પોતાની જિદંગીમાં પહેલી વખત સભા બોલાવે છે. ભીષ્મ પિતા મહાભારતનું યુધ્ધ ટાળવા માટે પ્રયાસ કરે છે. કુરુઓનો રાજદંડ સમ્રાટના હાથમાં આપવાના બદલે ભીષ્મ પિતાએ હાથમાં લીધો લે છે, તેમનું વૃદ્ધાવસ્થાને કારણે બોલતી વખતે શરીર કાંપતું હતું પરંતુ આ વખતની સભામાં કંપ ચાલ્યો ગયો હતો. હિમાલયના ઉન્નત શિખર સમા તેઓ અચળ ઉભા હતા. શિખરના મુખમાંથી વાણી સભા ખંડમાં ઉપસ્થિત સૌ યોદ્ધાઓ પર વહેવા લાગી. ભીષ્મ પિતા ભરી સભા બોલ્યા, “વીરો, મારા જીવનમાં સભા બોલાવવાનો આ પહેલો જ પ્રંસગ છે, કદાચ તે છેવટનો પણ હોય. હું તમારી સમક્ષ ઉભો થયો છું તે કુરુઓના યોદ્ધા તરીકે નહી ,પિતામહ તરીકે નહી, પરશુરામ શિષ્ય ભીષ્મ તરીકે નહિ પરંતુ તમારા જેવો જ, જીવનના સંઘર્ષો વેઠતો એક આંખમાં વિજયનાં હર્ષોશ્રુને અને બીજી આંખોમાં પરાભવનાં શોકાશ્રુને એક સાથે સારેલાં એક સામાન્ય નાગરિક તરીકે ઉપસ્થિત થયો છું... જીવનમાં કસોટી વેળાએ આવતા સંઘર્ષો મેં તમારા કરતાં દીર્ધકાળ સુધી વેઠ્યા છે, મારા જીવનના નિકટના સૌ સાક્ષીઓ અનંતની યાત્રાએ ઉપડી ગયા છે. હું એક જ પાછળ રહી ગયો છું. કારણ? નિયતિએ માનવીનું મન કેવું વિચિત્ર ઘડ્યું છે તમને સૌને તમારી ભાષામાં સ્પષ્ટપણે કહેવાનો આજે સમય પાકી ગયો છે.”
“સમજી રાખો માણસને ઘાતકી બનાવે છે એનો સ્વાર્થ. ભૂખથી વ્યાકુળ બનેલો સિંહ એકાદ પ્રાણી શમાવે છે, પણ તે કદી અન્ય સિંહને મારીને તેને ખાતો નથી. જયારે સ્વાર્થમાં અંધ બનેલો માણસ એક -બે નહિ પણ લાખો માણસને મારી નાખવા આગળ પાછળ કઈ જોતો નથી. સિંહને હિંસક કહેવાનો કોઈ માનવીને નૈતિક અધિકાર નથી. વિધાતાએ ઘડેલી આ જીવન સૃષ્ટિમાં મનુષ્ય જ સૌથી ક્રૂર પ્રાણી છે. આપણે તો પણ માણસને સુસંસ્કૃત ગણીએ છીએ. માણસ શ્રેષ્ઠ પ્રાણી છે. પણ ક્યારે તે પોતાનો સ્વાર્થ છોડી અન્યને ખાતર પોતાના લોહીનું એક એક બુંદ વહાવી દે...માણસ અન્યના ધર્મ, ભાગ્ય, રાજ્યકારભાર આદિના ગમે તેટલા નગારા વગાડે તો પણ એનું મૂલ્ય કેવળ કોડી જેટલું જ છે. માણસને સૌથી મોટો શાપ સ્વાર્થનો લાગ્યો છે”
પ્રજાનું ભાવિ એના રાજા પર અવલંબે છે. તમારા અને મારા સૌને કમનસીબે આપણા રાજ્યને કપટી સ્વાર્થ વળગ્યો છે. કોણ કોને દોષ દે ? સૌ રસ્તો ભૂલ્યો હોય ત્યાં એમાં પહેલો અને અક્ષમ્ય દોષ હોય તો તે તમારા રાજાનો- આ ધૃતરાષ્ટ્રનો છે. પોતાના પ્રિય ભાઈ પાડુંએ દિગ્વિજય કરીને આ રાજ્યને વૈભવશાળી બનાવ્યું છે તેઓને આજે બહુ સરળતાથી ભૂલી ગયા છે.
ભીષ્મ પિતાની વાણી ઔષધિ સમાન હતી પરંતુ દુર્યોધને કોઈ રાજકીય ચરી પાળી નહી. દુર્યોધનના રાજકીય સલાકાર શકુની મામા છે, તે કપટનીતિમાં માહિર છે. કર્ણ અને દુર્યોધન વચ્ચે અનેક વાર રાજનીતિ વિશે વાત થતી ત્યારે તેમાં કર્ણને શકુની મામાની દરેક વાતમાં કપટ નીતિની બદબૂ આવે છે. એક પ્રસંગમાં શકુની મામા કર્ણને કહે છે “કર્ણ, રાજનીતિનું તને કશું જ્ઞાન નથી. તું તારી દ્રષ્ટિથી જગતને જોવાનો પ્રયત્ન કરે છે પણ એ તારી ભૂલ છે. રાજનીતિમાં ભાવુકતા ચાલે નહિ! જગત કહે છે કે ભાષાએ ભાવની અભિવ્યક્તિનું સાધન છે. પણ રાજકરણમાં એ જ ભાષા મનની ભાવનાનો વ્યક્ત કરવામાં અસમર્થ નીવડે છે! રાજકરણીઓનું મન જંગલી ઘુસના દર જેવું હોય છે એના દર ક્યાંથી શરુ થાય છે અને ક્યાં જાય છે એની કોઈને જાણ હોતી નથી તેમ રાજકારણીઓના મન કળી શકતાં નથી. રાજકરણ એટલે મુક્તપણે ચર્ચા કરી શકાય તેવું મંદિરમાં થતું વ્યાખ્યાન નથી”
કર્ણના કૌટુંબિક જીવન બાદ કરતાં એના રાજકીય જીવન સાથે સંકળાયેલી વ્યક્તિ તે દુર્યોધન છે. મહાભારતમાં કર્ણનું પાત્ર છવાઈ જાય છે. કર્ણ વીર યોધ્ધો છે પરંતુ ડગલે ને પગલે અપમાનિત થાય છે. પરંતુ કર્ણનું મૌન મહાભારતનો ધારદાર સંદેશો છે. તેની આસપાસ અનેક મહત્ત્વના પાત્રોમાં કુંતી કેન્દ્ર સ્થાને છે. કારણ કે તેઓ જીવનમાં અનેક અવનવા પડાવ જોયા છે. બાળપણમાં પૃથાથી માંડીને વૃદ્ધ બનેલી માતા કુંતીના જીવનમાં કેટલી બધી ચડ ઉતરો છે. જીવનમાં એણે શું મેળવ્યું? કેવળ જવાબદારી અને નિષ્ઠુર કર્તવ્યોના ભારે બોજ સિવાય કશું જીવનમાં દેખાતું નથી. મહાભારતમાં સામાજિક રિવાજોના પકડમાં આખી જિંદગી જકડાયેલા કુંતી એક ગરીબ ગાય જેવા લાગે છે. કુંતીને કર્ણ મળે છે ત્યારે પ્રથમ મુલાકાતે જ કર્ણ ચાર પુત્રનું જીવતદાન આપી દે છે. એ દાન કરતા પણ વિશેષ એણે ગંગાકાંઠે બળબળ રેતીમાં અને દીધેલું દીર્થ આલિંગન માટે કુંતીનું માતૃ હૃદય દેહની અંધારના ગુફામાં ઝૂરતું હતું.
મહાભારતમાં રાજકારણી બે જ છે, શ્રી કૃષ્ણ અને દુર્યાધન. શ્રી કૃષ્ણનું રાજકારણ તર્ક નિષ્ઠ છે. જયારે દુર્યોધનનું ભાવનાનિષ્ઠ છે. દુર્યોધનને ફક્ત ક્રિયા સાથે સંબંધ છે. જયારે શ્રીકૃષ્ણને પ્રતિક્રિયા સાથે છે. એટલે મહાભારતમાં દરેક રાજકીય દાવપેચમાં શ્રીકૃષ્ણ સંપૂર્ણ યશસ્વી નીવડે છે
આ ‘મૃત્યુંજય’ નવલકથામાં કેટલીક જગ્યા સુંદર વાક્યો આવે છે –“મનુષ્ય બુધ્ધી અને સંપત્તિના જોરે જગતને છેતરી શકે છે પણ મનને ? એને છેતરવું મુશ્કેલ છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રતિબિંબ એના મનના દર્પણમાં સ્પષ્ટ ઝિલાય છે.”
આખરે મહાભારત મનુષ્ય કથા છે.