126મુ બંધારણ સુધારક બિલ લોકસભામાંથી પસાર થઇ ચૂક્યું છે. જેમાં લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિઓને આપવામાં આવતી અનામતનો સમયગાળો 10 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે એંગ્લો-ઇન્ડિયન સમુદાય, SC, ST માટે અનામત 25 જાન્યુઆરી 2020ના દિવસે પૂર્ણ થઇ રહ્યું છે. આગળના 10 વર્ષો માટે એટલે કે 25 જાન્યુઆરી, 2030 સુધી બેઠકોના અનામતને વધારવા માટે આ બિલ છે. જણાવી દઈએ કે આ બિલમાં સંસદમાં એંગ્લો ઇન્ડિયન ક્વોટાને ખતમ કરવાની જોગવાઇનો કોઈ ઉલ્લેખ નથી કે તેની સમય મર્યાદા વધારવા માટેનો પણ કોઈ ઉલ્લેખ નથી આ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે એંગ્લો-ઇન્ડિયન સમુદાયની અનામત માટેનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી, હજુ પણ તેમની માટે દરવાજા ખુલ્લા છે.