ગુજરાતમાં સ્કૂલ ફી મુદ્દે ગુજરાત સરકારે છેતરી લીધા હોવાની લાગણી વાલીઓને થઈ રહી છે. સરકારે છેક સુધી ખાતરી આપી હતી કે કંઇક ખોટું નહીં થાય. પરંતુ પ્રોવિઝન ફી જાહેર કરવામાં આવી છે જે અગાઉની ફી કરતાં અનેકગણી વધારે છે. સરકારે અને ખાસ કરીને શિક્ષણમંત્રીએ આ મુદ્દે કંઇ પણ કહેવાનો ઇનકાર કરીને બધુ સારુ થવાની જ ટેપ વગાડી રાખી છે. શાળા સંચાલકોની મનમાની સામે ઝૂકીને ફી નહીં ભરનારા વાલીઓના સંતાનોના પરિણામ અટકાવી દેવાયા છે પરીક્ષામાં બેસવા દેવાનો ઇનકાર થઈ રહ્યો છે. વાલીઓનું માનવું છે કે સરકાર શાળા સંચાલકો સામે ઝૂકી ગઈ છે. શાળા સંચાલકો સરકારના નિયમોનું પોતાની રીતે અર્થઘટન કરી રહ્યાં છે. નોધનીય છે કે રાજ્યની ચાર ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા જે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવશે તે રાજ્ય કક્ષાની કમિટી સમક્ષ જશે અને ત્યાર બાદ રાજ્ય કક્ષાની કમિટી સુપ્રીમ કોર્ટમાં ફીનો રિપોર્ટ રજૂ કરશે અને છેલ્લે સુપ્રીમ કોર્ટ દ્વારા કમિટીઓ દ્વારા નક્કી કરેલ ફીને માન્ય ગણવામાં આવશે ત્યારે ખાનગી સ્કૂલોની ફાઇનલ ફી નક્કી થશે. જોકે આ આખી પ્રક્રિયા પણ જો અત્યાર સુધી જેવી રીતે કામગીરી ચાલી છે તેવી રીતે ચાલશે તો ક્યારે પૂર્ણ થશે તે કહેવું મુશ્કેલ છે. નિષ્ણાતો તો એવું પણ કહી રહ્યા છે કે, ખાનગી સ્કૂલોની ફાઇનલ ફી નક્કી થતા થતા સ્કૂલોનું પ્રથમ શૈક્ષણિક સત્ર ચાલુ થવાની વાત તો દૂરની છે પૂર્ણ પણ થઈ જવાની શક્યાતો રહેલી છે. સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમ બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફી નિર્ધારણ કમિટી, ખાનગી સ્કૂલોને દરખાસ્ત કરવાની મુદતથી લઈને ફાઇનલ ફી સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે દરખાસ્ત કરવાની મુદતમાં વધારો કરી આપ્યો હતો. જેથી પ્રોવિઝનલ ફી નિયત તારીખ ૨૮ માર્ચના બદલે હવે મોડે જાહેર થઈ હતી.