કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ રાજકારણ પર પોતાનો મત રાખતા જણાવ્યું હતું કે, 'રાજકારણ વાસ્તવમાં સમાજ સેવા, રાષ્ટ્ર નિર્માણ અને વિકાસનો પર્યાય છે, પરંતુ હાલમાં તેનો અર્થ માત્ર સત્તાનું રાજકારણ છે.'