મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર રચવાની ઘડીઓ ગણાતી હતી ત્યારે ઓચિંતી ભાજપની સરકાર આવી ગઇ એના પ્રતિભાવ આપતાં કોંગ્રેસના પ્રવક્તા અને પીઢ ધારાશાસ્ત્રી મનુ અભિષેક સિંઘવીએ NCPના શરદ પવારને જવાબદાર ગણાવતાં કહ્યું હતું, પવાર તુસ્સી ગ્રેટ હો...
છેક છેલ્લી ઘડી સુધી વાત એવી હતી કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનશે, NCPના નાયબ મુખ્ય પ્રધાન બનશે અને કોંગ્રેસના સ્પીકર હશે. અહમદ પટેલ સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સતત NCP અને શિવસેના સાથે સરકાર રચવાના મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા.
અચાનક ખેલ બદલાઇ ગયો અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે દેવેન્દ્ર ફડનવીસ સાથે કુલડીમાં ગોળ ભાંગીને સરકાર રચી નાખી. અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા અને દેવેન્દ્ર ફડનવીસે ફરી મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા.
સિંઘવીએ ટ્વીટર પર આ આખીય ઘટના માટે શરદ પવારને જવાબદાર ગણાવ્યા હતા.