બિહારમાં ફરી રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. રાજ્યની 40 લોકસભા બેઠકોમાંથી પાંચ બેઠક પર ચૂંટણી લડી રહેલી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ (LJPR)ને મોટો ઝટકો લાગ્યો છે. એવું કહેવાય છે કે, પાર્ટીના લગભગ બે ડઝન નેતાઓએ ચિરાગ પાસવાનથી નારાજ થઈ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં પ્રદેશ સ્તરના પદાધિકારીઓ પણ સામેલ છે. આમાંથી કેટલાકે ચિરાગ પર ટિકિટ વહેંચવાનો આક્ષેપ કર્યો