બિહાર વિધાનસભાની ૩ તબક્કામાં યોજાઇ રહેલી ચૂંટણી માટે ભાજપે ગુરુવારે પાર્ટીનો ઢંઢેરો જારી કર્યો હતો. ઢંઢેરો જારી કરતાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, આઇસીએમઆર દ્વારા કોરોના રસીને મંજૂરી અને મોટાપાયે ઉત્પાદનની સાથે જ બિહારના દરેક વ્યક્તિને વિનામૂલ્યે કોરોનાની રસી આપવામાં આવશે. અમારા ચૂંટણી ઢંઢેરાનું આ પહેલું વચન છે. રાજદના તેજસ્વી યાદવે બિહારના મતદારોને ૧૦ લાખ નવી નોકરી આપવાનું વચન આપ્યા બાદ ભાજપે તેના સંકલ્પ પત્રમાં બિહારના લોકોને ૧૯ લાખ નવી નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું.