રાજકારણમાં વધતા અપરાધીકરણની વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો ચુકાદો આવી ગયો છે. કોર્ટે તમામ રાજકીય પાર્ટીઓને દાગી ઉમેદવારોને ચૂંટણીમાં ટિકિટ આપવાનું કારણ જણાવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ રોહિંટન નરીમન અને એસ. રવિન્દ્ર ભટની બેન્ચે આ ઉપરાંત કહ્યું કે તમામ પાર્ટીઓને પોતાના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કોર્ટના અનાદરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.