ચુંટણી પંચે દરેક રાજકીય પક્ષોને એક પત્ર લખી તેમને ચેતવ્યા છે કે કોઈ પણ ખોટા ચુંટણી વાયદાઓ ન કરે. જે કોઈ ચુંટણી-વચનો અપાય તેવા તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તે આર્થિક રીતે પુરા થઈ શકે તેમ છે કે નહીં.
આ સાથે ચુંટણી પંચે તેમ પણ કહ્યું હતું કે, ''ચુંટણી વાયદાઓ અંગે સંપુર્ણ માહિતી ન આપવાની અને તેની વિત્તીય-સ્થિરતા પર પડનારી અયોગ્ય અસર પ્રત્યે પંચ આંખ આડા કાન કરી ન શકે. કારણ કે આવા વાયદાઓની દૂરગામી અસર થતી હોય છે. આ સાથે ચુંટણી પંચે રાજકીય પક્ષો દ્વારા અપાતા વાયદાઓની ઘોષણા અંગે એક પ્રમાણભૂત-નીતિ-રેખા દોરવાનો પણ પ્રયાસ કર્યો છે.''