દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણે દેશની વર્તમાન સ્થિતિ અંગે ટકોર કરતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે એક સમય એવો હતો કે જ્યારે વિપક્ષ અને સરકાર વચ્ચે એકબીજા પ્રત્યે સન્માન હતું જે હવે ઘટી રહ્યું છે. રાજકીય વિરોધ દુશ્મનીમાં બદલાઇ જાય તે સ્વસ્થ લોકશાહી માટે સારા સંકેતો નથી. રાજકીય વિરોધ દુશ્મનીમાં ન બદલાવો જોઇએ. જોકે હાલ એવું જ થઇ રહ્યું છે. જે સારી લોકશાહીના સંકેતો નથી. વિપક્ષ અને સરકાર વચ્ચે આદર-ભાવ હતો જે ઘટી રહ્યો છે અને સાથે સાથે વિપક્ષ માટે પણ જગ્યા સિમિત થતી જાય છે.