-
અમદાવાદમાં ખાનગી ટીવી ચેનલ ટીવી9ના પત્રકાર ચિરાગ પટેલની સળગેળી હાલતમાં મળી આવેલી લાશને અને પોલીસ કેસને 4 દિવસ થવા છતાં તપાસ કરનાર પોલીસ હજુ અવઢવમાં છે કે પત્રકારની હત્યા થઇ છે કે આત્મહત્યા..? તપાસ કરનાર પોલીસે આજે સાંજે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યું કે મરનાર ચિરાગ પટેલના વિશેરાની તપાસ ફોરેન્સિક લેબમાં મોકલ્યું છે. જેનો હજુ રિપોર્ટ આવ્યો નથી. પોલીસ તમામ વિકલ્પો સાથે તમામ રીતે તપાસ કરી રહી છે. જેમાં હત્યા થઇ હોય તો શું બન્યું હોય અને આત્મહત્યા થઇ હોય તો ક્યાં સંજોગોમાં તેની તપાસ ચાલી રહી છે. દરમ્યાન ટીવી9ની ચેનલ દ્વારા 4 દિવસ પછી આજે ચેનલની ઓફિસે સ્વ. ચિરાગ પટેલની શોકસભા યોજી હતી. તો બીજી તરફ ચિરાગ પટેલે ન્યાય અપાવા મિડિયા દ્વારા જસ્ટીસ ફોર ચિરાગ કેમ્પેઇન હેઠળ આજે રાત્રે 9 વાગે વસ્ત્રાપુર તળાવ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારે પણ જો કે ખાતરી આપી છે કે આ કેસમાં ઝડપથી અને નિષ્પક્ષ તપાસ માટે ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓને સુચના આપવામાં આવી છે.