સિધું ભવન રોડ પર આવેલા નીલકંઠ બંગ્લોઝને પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસમાં ક્રાઇમબ્રાંચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છેે. જેને રોડ માર્ગ લાવવામાં આવી રહ્યો છે અને પોલીસ સોમવાર સાંજ સુધીમાં અમદાવાદ પહોંચશે. જે કેસમાં રિમાન્ડ માટે મંગળવારે સાંજે અથવા બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયના એડીશનલ કમિશનર તરીકે ઓળખ આપીને મહાઠગ કિરણ પટેલે સિધુ ભવન રોડ પર આવેલો જગદીશ ચાવડાનો નીલકઠ બંગલો ૧૫ કરોડનાં ખરીદવાનું કહીને બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે તેની પત્ની માલિની અને તેના વિરૂદ્વ ગુનો નોધાયો હતો. જો કે કિરણ પટેલ ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના કેસમાં શ્રીનગર પોલીસની કસ્ટડીમાં હોવાથી અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની એક ટીમ તેની ધરપકડ કરવા માટે શનિવારે શ્રીનગર પહોંચી હતી. જ્યાં જરૂરી કાર્યવાહી પૂર્ણ થતા રવિવારે કિરણ પટેલની કસ્ટડી મળતા પોલીસની ટીમ શ્રીનગરથી રોડ માર્ગે રવાના થઇ છે. અંદાજે ૩૬ કલાકની મુસાફરી બાદ તે કિરણ પટેલને સોમવારે સાંજ સુધીમાં અમદાવાદ લાવશે.