Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓનલાઈન એફ.આઈ.આર. નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે. હવે કોઈપણ ગુનામાં પંચનામુ સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અમલદારોને તેમના મોબાઈલ ફોનમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. સાક્ષ્ય નામની આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે. જો કે, એપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઈચ્છે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ