'ઢબુડી મા' ઉર્ફે ધનજીને શોધવા માટે ગાંધીનગર પોલીસે પ્રયાસો તેજ કર્યા છે. ધનજીના આગોતરા જામીન રદ થયા બાદ પોલીસે તેની શોધખોળના પ્રયાસો વધારે તેજ કરી દીધા છે. પોલીસ ધનજીને હવે બીજી નોટિસ આપવાની તૈયારી કરી રહી છે.
ધનજી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાથી તેને પકડવા માટે હવે પેથાપુર પોલીસની સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ પણ કામે લાગી છે. આ મામલે ગાંધીનગરના ડીવાયએસપી એમ.કે. રાણાનું કહેવું છે કે જે વીડિયો સોશિયલ મીડિયામાં ધનજીએ જે વીડિયો વાયરલ કર્યા છે તેને લઈને પણ સાઇબર ક્રાઇમની મદદ લેવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે ધનજીની આગોતરા જામીન અરજી ગાંધીનગર કોર્ટે રદ કરી નાખી હતી. ધનજી ઉપર આરોપ છે કે તેણે બોટાદના એક વ્યક્તિ ભીખાભાઈના પુત્રને દવા બંધ કરી દેવાની સલાહ આપી હતી. આ કારણે તેનું મોત થયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે જામીન રદ કરતા હવે પોલીસ તેને શોધવા માટે કામે લાગી છે.
સાપની જેમ ફૂંફાડા મારી 'ઢબુડી મા'એ કહ્યું- 'હું ફરાર નથી થયો, યોગ્ય સમયની રાહ જોજો'
ગત અઠવાડિયે ધનજી ઓડે એક વીડિયો તૈયાર કરી પોતે નિર્દોષ હોવાની આજીજી કરી છે. ધનજીએ વીડિયોમાં કહ્યું છે કે 'છેલ્લા બે-ત્રણ રવિવારથી ગાદી ભરાઈ નથી. મારા ભક્તો ગાદીના દર્શનની રાહ જોઈ રહ્યા છે. જોકે, હું ભક્તોને કહેવા માંગું છું કે હુ ફરાર થયો નથી. હું નિર્દોષ છું. ભક્તો યોગ્ય સમયની રાહ જોજો, મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ ખોટું કરનારાને મારો રામ સજા આપશે.”