વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગાજરાવાડી ખાતે આવેલી હેર સલૂનની દુકાન પાસે હેર સ્ટાઈલ બનાવા માટે ટોળું કરનાર 12 લોકોનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. જોકે પોલીસ અધિકારીઓના કેહવા મુજબ 12 લોકોને ગાડીમાં બેસાડવા હાલ ના તબક્કે યોગ્ય ન હોવાથી તમામને ચલાવીને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.
ગાજરાવાડીના શાલીમાર હેર સલૂનના માલિક સહિત બાર લોકો વિરુદ્ધ પાણીગેટ પોલીસે લોક ડાઉન ભંગ ની કાર્યવાહી કરી છે. પોલીસની આ કાર્યવાહીના વિડીયો સોશ્યિલ મીડિયામાં ફરતા થતા લોકોએ વાળ કપાવા નીકળેલા લોકો પર ફિટકાર વરસાવ્યો અને પોલીસ ની કામગીરીના વખાણ કર્યા હતા.