અમદાવાદમાં કોરોનાનાં કહેરને જોતાં આવતીકાલ (રવિવાર)થી સમગ્ર અમદાવાદમાં 12 વાગ્યા પછી ઘરથી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકડાઉન હોઈ બહાર નીકળવા ઉપર પ્રતિબંધ જ છે. પરંતુ દિવસ દરમ્યાન ગમે ત્યારે હવે ચીજવસ્તુઓ લેવા માટે નહીં નીકળી શકાય. શહેર પોલીસ દ્વારા આ અંગેની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લાવવા માટે છૂટ આપવામાં આવી છે. 12 વાગ્યા પછી જે ઘર બહાર નીકળશે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.