પોલીસમથકનું પગથીયું ચડીયે એટલે જોવા મળે ટોપીધારી, લાકડીધારી પોલીસ. પરંતુ રાજ્યનું પ્રથમ એક એવું મહિલા પોલીસમથક રાજકોટ બન્યું છે કે જ્યાં આવનારા મુલાકાતીઓને વાંચવા મળશે સૌરાષ્ટ્રના કવિ ધરોહર કે શિરમોર કે ઘરેણાં સમાન કવિ ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તકોનો ખજાનો. મહિલા પોલીસમથકમાં શરૃ કરાયું છે મેઘાણી કોર્નર નામે પુસ્તકાલય.