-
8 નવે.ની નોટબંધીને આગામી મહિને બે વર્ષ પૂરા જવા જઇ રહ્યાં છે ત્યારે રાતોરાત ચલણમાંથી બંધ કરી દેવાયેલી 500-1000ની નોટોની કોઇ કિંમત નથી અને આ નોટો હવે માત્ર કાગળ છે છતાં કેટલાક તેને લઇને વહીવટ કરતાં હોય તેમ આણંદ જિલ્લાના સામરખા નજીકથી પોલીસે 3.70 કરોડની કિંમતની (આમ તો તેનું કોઇ મૂલ્ય જ નથી) 500-1000ની નોટો પકડી પાડી છે. આ નોટો સાથે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. સવાલ એ છે કે જે નોટોની કોઇ કિંમત જ નથી તેને કોણ બહાર કાઢે છે, કોણ લે છે અને તેના બદલામાં એટલા નાણા આપે છે કે કમિશનથી આવો ધંધો કોણ કરે છે તેના જવાબો પોલીસે મેળવવા જોઇએ,એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ 3.70 કરોડની નોટો કોને આપવાની હતી અને તે કોણ છે તેનું પગેરૂ પોલીસે મેળવવુ જોઇએ.