આણંદના ખંભાતમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. તીનબત્તી, લીંડીચોક, ચોકવિસ્તાર, અકબરપુર, પીરોજપર વિસ્તારોમાં છમકલા થયા છે. તોફાની તત્વોએ વાહનો સહિત દુકાનો અને મકાનોને આગચંપી કરી હતી. તોફાનીઓએ અનેક મકાનોમાં આગ લગાવી હતી જેમાં 13થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.
જૂથ અથડામણને કારણે ખંભાતમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. આણંદ પોલીસે ખંભાતમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પેટ્રોલિંગ બાદ હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે. હાલ શહેર પોલીસે તોફાની તત્વોની ધરપકડ માટે કામગીરી શરૂ કરી છે.