ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે ગુનો નોંધ્યો છે. વનવિભાગના કર્મચારીઓએ ધમકાવવાના મામલે પોલીસે ફરિયાદ લીધી છે. વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટના કર્મચારીઓ AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાની તકરાર થઈ હતી. બોલાચાલી દરમિયાન ધારાસભ્યએ વનકર્મીઓને ધમકાવ્યા હોવાની પોલીસને રજુઆત કરાઈ હતી.