પોલીસ દ્વારા જાણિતા પત્રકારોના ઘર-ઓફિસ સહિત ૩૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પત્રકારોના મોબાઇલ, લેપટોપ, કમ્પ્યૂટર વગેરેને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા વિદેશી ફન્ડિંગના એક કથિત કેસને લઇને આ દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે જ ન્યૂઝક્લિક વેબસાઇટની ઓફિસને સીલ કરી દેવાઇ છે. જ્યારે પત્રકાર અભિસાર શર્માને પોલીસ પોતાની સાથે લઇ ગઇ હતી, સાથે જ પત્રકાર ઉર્મિલેશ અને સત્યમ તિવારીની ધરપકડ કરાઇ હતી. આ મામલામાં યુએપીએ કાયદા હેઠળ કેસ દાખલ કરાયો છે.