અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર પોલીસે સિંધુ ભવન રોડ પર આવેલા એક હુક્કાબારમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સેલ્વેસન હુક્કાબાર પર રેડ કરી હતી. દરોડા દરમ્યાન 4 હુક્કા અને 10 ફ્લેવર કબ્જે કરવામાં આવી હતી. છેલ્લાં ઘણાં સમયથી આ વિસ્તારમાં હુક્કાબારની આડશમાં નશીલા પદાર્થોનું સેવન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી.