મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા 1200 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ થઈ છે. જયસુખ પટેલે આ મામલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી છે. જેની સુનવણી 1લી ફેબ્રુઆરીના રોજ થવાની છે.