પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપરવાસ આંદોલનને પગલે અમદાવાદના પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં પણ સલામતી વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. કલમ 144નો અમલ થઈ રહ્યો છે. પાસ સમર્થકોની અટકાયત કરવામાં આવી છે.