નવસારીના ચીખલી ખાતે હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવતી એક કારે રસ્તે જતા 3 લોકોને હવામાં ફંગોળ્યા હતા. ત્યારબાદ ભાગી રહેલા કાર ચાલકે રિક્ષા અને બાઇકને પણ અડફેટે લીધા હતા. અને કાર ગટરમાં ઉતરી જતા કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. તપાસ કરતા કાર(GJ-21-BC-6952) વાંસદા પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનની હોવાની જાણવા મળ્યું છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, કાર કોણ ચલાવતું હતું તે હજી સુધી જાણી શકાયું નથી.