રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું કે, લોકડાઉન 3.0નું ચુસ્ત પાલન કરાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ પ્રતિબંધિત દુકાનો ચાલુ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અને આ તમામ લોકો સામે ગુનાઓ નોંધવામાં આવેલ છે. આતંરરાજ્ય જિલ્લામાં મુવમેન્ટ કાયદેસર રીતે જ થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. બસમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓને શ્રમિક વસાહતોની રૂબરૂ મુલાકાત લેવા માટે સુચના આપવામાં આવેલ છે.
રાજ્યમાં રેડ ઝોન અને કન્ટેઈન્મેન્ટ એરિયામાં સંક્રમણ ઘટે અને આ એરિયામાં અવરજવર ઓછી થાય તે માટે શક્ય તેટલી વધુ ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ કન્ટેઈન્મેન્ટ એરિયામાં બહાર અને અંદરના ભાગે પેરામિલિટરી ફોર્સનો બંદોબસ્ત રાખી લોકોને અવરજવર કરતા અટકાવવામાં આવી રહ્યા છે. આવા એરિયામાંથી સંક્રમણ બહાર ન જાય તે માટે આવા વિસ્તારો કોર્ડન કરવામાં આવલે છે. અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
મોટા શહેરોને ગામડાઓ સાથે જોડતાં રસ્તાઓ પર વિશેષ બંદોબસ્ત મૂકીને વોચ રાખવામાં આવી રહી છે. લોકોને બહાર નીકળે ત્યારે માસ્કનો ઉપયોગ કરે, ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેની કાળજી લેવી. કોરોનાની આ લાંબી લડાઈમાં તેને જીવનનો ભાગ બનાવીને લડવાનું છે. જેથી આપણે સાવચેતી રહી શકીએ અને લોકોને પણ સાવચેત રાખી શકીએ.