મહારાષ્ટ્રના નક્સલવાદીગ્રસ્ત ગઢચિરોલીના જંગલમાં આજે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં પોલીસના સી-60 કમાન્ડો ફોર્સે 26 ખૂનખાર નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. આજે દિવસભર ચાલેલી અથડામણમાં સી-60 ફોર્સના ત્રણ જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. તેમને હેલિકોપ્ટરમાં એરલીફ્ટ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
છેલ્લા થોડા વર્ષ દરમિયાન અથડામણ દરમિયાન આટલી મોટી સંખ્યામાં મોતના સોદાગર માઓવાદીઓનો સફાયો કરવાની જબરજસ્ત કામિયાબી પોલીસે મેળવી હતી. આ અથડામણ વખતે પોલીસે નક્સલવાદીઓની કેટલીય છાવણીઓ નેસ્તનાબૂદ કરી નાખી હતી.