પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારમાં ગેરહાજર રહેનારા તબીબોને ઘરેથી ઉઠાવી લાવવા માટે પોલીસને નિર્દેશ કરાયો છે. નાદિયા જિલ્લાના કાલીગંજ બ્લોક હેલ્થ ઓફિસરે આ નિર્દેશ આપ્યો હતો. વિસ્તારમાં મીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો હાજર નહીં હોવાની ઘટનાથી નાગરિકોને પરેશાની પડી રહી હોવાથી બ્લોક ઓફિસરે આ આદેશ આપ્યો હતો. જોકે તેનો તબીબોએ વિરોધ કરતાં પોલીસને કરાયેલ નિર્દેશ પાછું ખેચાયું છે.