મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદથી અનેક ટ્રેનોના શિડ્યૂલ ખોરવાયા છે. મુંબઈ તરફ જતી મોટાભાગની ટ્રેનોના રુટ ટૂંકાવી દેવાતા અનેક મુસાફરો રેલવે સ્ટેશને અટવાઈ પડ્યા છે. મોટી સંખ્યામાં લોકોનો રેલવે સ્ટેશને જમાવડો થઈ જતાં આ લોકોને મુંબઈ પહોંચાડવા રેલવે દ્વારા એસટી બસોની વ્યવસ્થા કરીને મુસાફરોને મુંબઈ રવાના કરવામાં આવી રહ્યાં છે. અટવાયેલાઓ માટે કેટલીક સંસ્થાઓની મદદથી જમવાની વ્યવસ્થા પણ કરાઈ છે.