-
હરિયાણામાં કાયદાના રક્ષક જ નહીં પરંતુ સરકારે જેમની રક્ષા માટે નિયુક્ત કર્યા તે અંગરક્ષક પોલીસે જ કરેલા ગોળીબારમાં જજના પત્ની અને યુવાન પુત્રનું મોત થઇ ગયું છે. હરિયાણાના ગુરૂગ્રામ શહેરમાં ગઇકાલે શનિવારે અધિક સેશન્સ જજ કૃષ્ણકાંત ગર્ગના પરિવારમાં સુરક્ષા માટે ફરજ પર મૂકાયેલા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલે શહેરના બજારની વચ્ચોવચ્ચ ભારે ભીડમાં જજના પત્ની રિતુ અને પુત્ર ધ્રુવ પર ગોળીઓ વરસાવી હતી. તેમણે ગોળીઓ માર્યા બાદ જજના પુત્રને બેરહેમીથી ઉંચકીને કારમાં નાંખવાનો પ્રયાસ પણ કર્યો જો કે નિષ્ફળ જતાં તે તેમને ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલમાં આજે બન્ને માતા-પુત્રનું મોત નિપજ્યું છે. પોલીસે ફરાર આરોપી મહિપાલની ધરપકડ કરી છે. ગોળીઓ વરસાવ્યાં બાદ મહિપાલ પુત્ર તરફ ઇશારો કરીને એમ બોલ્યો હતો કે આ છે શૈતાન અને આ છે શૈતાનની મા. હત્યાનું કારણ હજુ બહાર આવ્યું નથી. હાથમાં પિસ્તોલ રાખીને પોલીસે કોઇને પણ વચ્ચે નહીં આવવાની ધમકી આપી હતી. પરિણામે કોઇએ બચાવવાની હિંમત તો ના કરી પણ સમગ્ર ઘટનાની મોબાઇલ વિડિયો બનાવવાની હિંમત ચોક્કસ કરી હતી. જે હવે વાઇરલ થઇ રહ્યાં છે.