ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં હિંસા અને રાજનેતાઓ પર ભડકાઉ ભાષણો આપવાના આરોપમાં ધરપકડ કરવાની માંગ વાળી અરજી પર દિલ્હી હાઈકોર્ટે બીજા દિવસે સુનાવણી કરી હતી. તેમા પોલીસે એવી દલીલ કરી છે કે વર્તમાન સ્થિતિને જોતા ભડકાઉ નિવેદનો આપનાર સામે કેસ દાખલ કરવો યોગ્ય નથી. તેનાથી દિલ્હીમાં શાંતિની સ્થિતિ ડહોળાઈ શકે છે. આ અગાઉ હાઈકોર્ટે બુધવારે કપિલ મિશ્રા સહિત 3 ભાજપના નેતા કે જેમણે ભડકાઉ નિવેદનો આપ્યા તે અંગે FIR દાખલ કરવામાં થયેલા વિલંબ અંગે દિલ્હી પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. ત્યારે આજે (ગુરુવારે) પોલીસ તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતા મુખ્ય ન્યાયમૂર્તિ ડીએન પટેલની ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા. મેહતાએ સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી કોર્ટ તરફથી કોઈ ઉતાવળમાં હસ્તક્ષેપ નહીં કરવા માટેની અપીલ કરી હતી. મેહતાએ કહ્યું કે અરજદારે ફક્ત 3 ભડકાઉ ભાષણોનો ઉલ્લેખ કર્યો છે. આવા તો અનેક ભાષણો છે.
જણાવી દઈએ કે, હાઈકોર્ટે આ કેસમાં વધુ સુનાવણી માટે આગામી 13 એપ્રિલની તારીખ આપી છે અને ભારત સરકારને જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.