શહેર જાણે નશીલા પદાર્થનો વેપલો ચલાવવા માટે હબ બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વધુ એક વખત ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પોલીસને શંકા ન જાય એટલા માટે ડ્રગ્સના બંધાણીએ મહિલા મિત્રને સાથે રાખી હતી. મહિલાએ પોલીસથી બચવા આંતર વસ્ત્રોમાં આ ડ્રગ્સ છૂપાવ્યું હતું. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થો જેવા કે ચરસ, ગાંજો કે પછી ડ્રગ્સનો વેપલો બેખોફ રીતે ચાલી રહ્યો છે. થોડાસમય અગાઉ ક્રાઈમ બ્રાન્ચે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લીધું હતું. હવે વધુ એક વખત એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જથ્થાની માત્રા ખૂબ ઓછી છે પરંતુ એમડી ડ્રગ્સ એ ખૂબ ખતરનાક ડ્રગ્સ હોય છે.