નર્મદાનાં પાણીનો હિસાબ માંગવા માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શાંત ધરણાં યોજનારા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. અખિલ ભારત કિસાન સભાના નેજા હેઠળ ગુજરાત કિસાન સંગઠન દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં યોજાયાં હતાં. ખેડૂતોની માંગણી હતી કે સરકાર નર્મદાનાં પાણી અને કલ્પસરના કામનો હિસાબ આપે. વિવિધ માંગણી સાથે ધરણાં કરનારા ખેડૂતોની પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરતાં ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો હતો.