અમદાવાદ પોલીસે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રકતદાનની ઝુંબેશ શરૂ કરી. જોકે રકતદાન અભિયાનમાં મહિલા પોલીસની ઈચ્છાશકિત હોવા છતા રકતદાન કરી શકી નથી. કારણ કે 50 ટકા મહિલા પોલીસમાં હિમોગ્લોબીનની ઉણપ જોવા મળી. આ ગંભીર આંકડાને જોતા પોલીસ હેલ્થ વિભાગે મહિલા પોલીસના સ્વાસ્થ્યની કાળજીને લઈને નવી ઝુંબેશ શરૂ કરી હોવાના સમાચાર સુત્રો પાસેથી પ્રાપ્ત થયા છે.