રાજકોટ શહેર પાસે આવેલ સૂર્યારામપરા પાસે સૌની યોજનાનો વાલ્વ તૂટતાં કરોડો લિટર પાણી વહી ગયું હતું. વાલ્વ રિપેર કરવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં સિંચાઇ વિભાગે તળાવનો પાળો તોડવો પડ્યો હતો. વાલ્વ રિપેરિંગ માટે ફાયરબ્રિગેડના ડાઇવરો 20 ફૂટ ઉંડે પાણીમાં જઇ રિપેરિંગની કામગીરી કરી હતી. સિંચાઇ વિભાગે વાલ્વ તોડવાના મુદ્દે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.