આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાની ફરિયાદ દાખલ થતા ધારાસભ્ય ફરાર થઇ ગયા છે. ધારાસભ્યના સમર્થનમાં આજે ડેડીયાપાડા જડબેસલાક બંધ છે તો સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ચૈતરના સમર્થનમાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ચૈત્ર વસાવા સામેની કાર્યવાહીને સમગ્ર આદિવાસી સમાજ ઉપર ભાજપાનો હુમલો ગણાવ્યો હતો.